ભરતસિંહે જ પૂછ્યું હતું આપણે ભાજપમાં જવાય?.મેં કહ્યું હતું જવાય: જે.વી.કાકડીયાના પત્ની

2020-03-16 4,429

અમરેલી:ધારીના કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યા બાદ તેમના પત્ની કોકીલાબહેન મીડિયા સમક્ષ આવ્યા છે તેઓએ જણાવ્યું હતું કે,જે વીએ હજુ માત્ર રાજીનામું જ આપ્યું છે, હજુ ભાજપમાં ભળ્યા નથી પણ હવે ભળશેકૉંગ્રેસમાં ખોટી નીતિ અને ખોટા માણસો છે જે વીએ પૈસાની કોઈ શરત કરી જ નથી કોકિલાબહેને ભરતસિંહ સોલંકી પર આક્ષેપ કરતા કહ્યું કે ભરતસિંહે જ પૂછ્યું હતું આપણે ભાજપમાં જવાય?મેં કહ્યું હતું જવાય, ઉગતા સૂર્યને પૂજાયકેવી રીતે જવું એ અંગે ભરતસિંહ સાથે વાત થઈ હતી સંબંધથી જ કામ થતાં હતા, કૉંગ્રેસના MLA તરીકે નહીં કૉંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરોની કોઈ વેલ્યૂ જ નથી,કાર્યકરોને વિશ્વાસમાં લઈને જ નિર્ણય લીધો છે જે વી કાકડિયા હાલ ગાંધીનગરમાં છે

Videos similaires