વિજયનગરઃ વિજયનગરના વસાઈ ગામમાં હોળીના દિવસે પરિણીતાએ અગ્નિસ્નાન કરી લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થયા બાદ પિયરપક્ષના 200થી વધુના ટોળાએ મૃતકના ઘર ઉપર હુમલો કરી ઘરવખરીમાં તોડફોડ કરી ચડોતરુ કર્યું હતું આ ચડોતરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે નોંધનીય છેકે આવું પહેલીવાર બની રહ્યું છેકે ચડોતરુ કરવામાં આવ્યું હોય તેનો વીડિયો વાઈરલ થયો હોય ચડોતરા દરમિયાન ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી પોલીસ પર પણ સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો નોંધનીય છેકે, વનવાસી સમાજ ન્યાય માટે ચડોતરુ કરે છે