કતારગામની ગેંગરેપ પીડિતાના પિતાની સ્મશાન યાત્રામાં સ્વયંભૂ રીતે લોકો જોડાયા

2020-03-12 13,522

સુરતના કતારગામ વિસ્તારમાં ગેંગરેપ પીડિતાના પિતાનું ટૂંકી સારવાર બાદ મોત થયું છે મૃતકની સ્મશાન યાત્રામાં સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં લોકો જોડાયા ઉલ્લેખનીય છે કે, 6 મહિના પહેલા 16 વર્ષની કિશોરી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો ગેંગરેપ પછી એક આરોપીએ પીડિતાની છેડતી કરી હતી આ મામલે કિશોરીના પિતા અને ભાઈ આરોપીને ઠપકો આપવા ગયાં હતાં આ દરમિયાન આરોપીએ પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો જેમાં પીડિતાના પિતાને ગંભીર ઈજા થઈ હતી આખરે 13 દિવસની સારવાર બાદ બાદ હોસ્પિટલમાં પીડિતાના પિતાનું મોત થયું છે