લોકસભામાં બુધવારે દિલ્હી હિંસા પર થયેલી ચર્ચામાં ગૃહમંત્રી અમિત શાહે પોલીસના વખાણ કર્યા હતા તેમણે કહ્યું, હું દિલ્હી પોલીસની પ્રશંસા કરુ છું અને તેમને શાબાશી આપવા માંગુ છું કારણકે તેમણે રમખાણો સમગ્ર દિલ્હીમાં ન ફેલાવા દીધા દિલ્હીના 4 ટકા વિસ્તાર અને 13 ટકા વસ્તી સુધી હિંસાને સીમિત રાખવાનું કામ દિલ્હી પોલીસે કર્યું છે
આ વીડિયો ખજૂરી ખાસ, વજીરાબાદ મેન રોડનો છે પાછળ કાળો ધૂમાડો ઉડતો દેખાય છે અને આગળ રોડ પથ્થરોથી ભરેલો છે આ વીડિયોમાં પ્રદર્શનકારીઓની સાથે પોલીસ જવાનો પણ પથ્થરમારો કરતાં દેખાય છે