ભાજપ નેતા કપિલ મિશ્રાના એક નિવેદનને રમખાણોને ઉશ્કેરવાની શરૂઆત માનવામાં આવે છે દિલ્હીના મૌજપુરમાં સીએએના સમર્થનમાં તેઓ રસ્તા પર ઉતર્યા હતા આ દરમિયાન કપિલ મિશ્રાએ પોલીસને ચેતવણી આપતા કહ્યું હતું કે, ટ્રમ્પના જવા સુધી રસ્તો ખાલી નહીં થાય તો અમે તમારું પણ નહીં સાંભળીએ જાફરાબાદ અને ચાંદ બાગના રસ્તાઓ ખાલી કરાવો જો આવું ન થયું તો પછી અમને ન સમજાવતા માત્ર ત્રણ દિવસ, પછી અમે તમારુ પણ નહીં સાંભળીએ કપિલ મિશ્રા જ્યારે આ વાત કહી રહ્યા હતા ત્યારે તેમની બાજુમાં ઉભા રહીને એક પોલીસ ઓફિસર આ ભડકાઉ નિવેદન સાંભળી રહ્યા હતા