સુરત / પારીવારિક ઝઘડાનો કરુણ અંજામ, પત્નીને ચપ્પુના ઘા મારી પતિએ ફાંસો ખાધો

2020-03-10 2,648

સુરતઃભટાર આઝાદ નગરમાં પતિએ પત્નીને ઉપરા ઉપરી ચપ્પુના અનેક ઘા માર્યા બાદ ઘરમાં જઇ ફાંસો ખાઈ લીધો હતો છેલ્લા ઘણા સમયથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા બે માસૂમ બાળકીની માતાનું સિવિલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું પતિ-પત્નીના ઝઘડાને લઈ બન્ને બાળકો નાના-નાની પાસે જ રહેતા હતા

દારૂ પીવાના પૈસાને લઈને ઝઘડાઓ થતા હતા

બાલુ વાનખડે (મૃતક મોહીનાના પિતા) એ જણાવ્યું હતું કે, દીકરીના લગ્નને પાંચ વર્ષ થયાં હતાં દરમિયાન મોહિનીને બે દીકરી અવતરી હતી એક 3 વર્ષની અને એક એક વર્ષની છે જોકે, બેકાર જમાઈ રવિ ખાનનારે વારંવાર દારૂ પીવાના પૈસાને લઈ ઝઘડો કરતો હોવાને કારણે દીકરી મોહિની બન્ને માસૂમ દીકરીઓને લઈ પિયર આવી ગઈ હતી આજે ધૂળેટીને લઈ રવિ દારૂનાના નશામાં ઘરે આવ્યો હતો અને જોર જબરજસ્તીથી બન્ને દીકરીઓને પોતાની સાથે લઈ જવાની વાત કરતા મોહિનીએ પોલીસ સ્ટેશન ફોન કર્યો હતો જેને લઈ નશામાં ચૂર રવિએ ચપ્પુ કાઢી મોહિની પર તૂટી પડ્યો હતો અને ઉપરા ઉપરી અનેક ઘા મારી ભાગી ગયો હતો મોહિનીને ગંભીર હાલતમાં સારવાર માટે 108માં સિવિલ લઈ આવ્યો હતો

મોઢા પર ઘા મારી ગળે ફાંસો ખાધો

મૃતક મોહીનાના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, પત્ની પર જીવલેણ હુમલો કરનાર રવિએ પણ તેના ભાડાના ઘરમાં મોઢા પર ઘા મારી ગળે ફાંસો ખાઈ આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યો હતો જ્યારે મોહિનીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ઘટનાની જાણ બાદ ખટોદરા પોલીસ સિવિલ દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે

Videos similaires