હિંમતનગર/ પાલનપુર:ઉત્તર ગુજરાતમાં કોરોના વાઈરસના બે શંકાસ્પદ કેસો સામે આવ્યા હતાપાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઈરાનથી આવેલા ઈસમને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે જ્યારે હિંમતનગર સિવિલમાં સિંગાપોરથી આવેલી યુવતીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે
અમદાવાદમાં પણ 3 શંકાસ્પદ કેસ સામે આવ્યા
અમદાવાદમાં આજે વધુ 3 શંકાસ્પદ કેસ આવ્યા છે જેમાં બે પુરૂષ અને એક મહિલામાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા જેને પગલે ત્રણેયને અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે તમામના સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં બ્લગ સેમ્પલ ટેસ્ટ કરાશે
હિંમતનગરની યુવતીને શંકાસ્પદ કોરોના
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 25 વર્ષીય યુવતીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે તે સિંગાપોરથી ભારત આવ્યા બાદ કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો હોવાની શક્યતા છે તેનો રિપોર્ટ આવવાનો બાકી છે અત્યાર સુધી અહીં 6 શંકાસ્પદ દર્દીઓ દાખલ થઈ ચૂક્યા છે પંરતુ તમામનો રિપોર્ટ નેગેરિવ આવતા તમામને રજા આપી દેવાઈ હતી
પાલનપુરમાં પણ એક કેસ સામે આવ્યો
ઈરાનથી પરત ફરેલા મૂળ કાણોદર ગામના મુસાયબઅલી શેરશિયાને કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો તેને સિવિલના આઈસોલેશન વાર્ડમાં રાખવામાં આવ્યો છે તેને તેની સારવાર ચાલી રહી છે રિપોર્ટ આવવાનો બાકી છે
કોરોનાને લઇને સરકારની તૈયારી
> સિવિલ હોસ્પિટલ અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં 29 આઇસોલેશન બેડ, 29 વેન્ટિલેટર સહિત અદ્યતન સાધનો અને દવા સાથેનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે
> રાજ્યની અન્ય મેડીકલ કોલેજ અને ડીસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતના અદ્યતન સાધનોની સુવિધા ધરાવતા આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે હાલમાં રાજ્યમાં કુલ 576 આઇસોલેશન બેડ અને 204 વેન્ટિલેટર ઉપલબ્ધ છે
> રાજ્યમાં વિવિધ હોસ્પિટલોમાં પીપીઇ કીટ 24555, એન-95 માસ્કનો 39041, ટ્રીપલ માસ્કનો 892300 તથા ગ્લવ્ઝનો 2125600 જેટલો જથ્થો ઉપલબ્ધ છે
> અમદાવાદની બીજે મેડીકલ કોલેજ ખાતે કોરોના વાઈરસની લેબોરેટરી પરિક્ષણની સુવિધા ઊભી કરવામાં આવી છે રાજ્યમાં જરૂર પડે સુરત, રાજકોટ અને વડોદરા ખાતે ટેસ્ટીંગની સુવિધા ઊભી કરવામાં આવશે