સુરતઃ ધો10 તથા ધો 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળીને 1,63,330 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશેપહેલા દિવસે ધો10માં પ્રથમ ભાષા ધો12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો અને ધો12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા છે પરીક્ષા 11 ઝોનમાં 87 પરીક્ષા કેન્દ્રોના 516 બિલ્ડિંગના 5637 બ્લોકમાં લેવાશે જેને પગલે ધોરણ 10ની પરીક્ષા શરૂ થવા પહેલા પરીક્ષા સેન્ટર બહાર વિદ્યાર્થીઓને તાણ વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને પરીક્ષા સફળતાપૂર્વક આપશો તેવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો જ્યારે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો