ગુજરાતમાં 5 લોકો શંકાસ્પદ, એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

2020-03-04 7,411

નવી દિલ્હી/અમદાવાદ/સુરત:77 દેશમાં ફેલાયેલો કોરોના વાઈરસ હવે ભારતમાં પણ ચિંતા વધારી રહ્યો છે પીડિતોની સંખ્યા 29ની થઈ ગઈ છે નવા 26 કેસ માત્ર 72 કલાકમાં સામે આવ્યા છે તેમાં ઇટાલીથી ફરવા આવેલા 15 લોકોનું જૂથ પણ સામેલ છે આ ઉપરાંત તેમનો ભારતીય ડ્રાઈવર પણ ભોગ બન્યો છે પેટીએમનો એક કર્મચારી પણ ભોગ બન્યો છે સાવચેતીના ભાગરૂપે ગઢડામાં BAPS દ્વારા યોજાનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રાખવામાં આવ્યો છે ગુજરાતમાં કુલ 5 કેસ શંકાસ્પદ છે જેમાં અમદાવાદમાં સિંગાપોરથી આવેલી એક યુવતીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જ્યારે જાપાનથી આવેલા એક દંપતીને હોસ્પિટલમાં દાખલ કરાયું છે તેમનો રિપોર્ટ આવ્યો નથી સુરતમાં પણ બે કેસ નોંધાયા છે જ્યારે ઇટાલીથી આવેલા એક યુવાને મુંબઈમાં તપાસ થઈ હોવા છતાં સંતોષ નહીં થતાં સુરતમાં ફરી ટેસ્ટ કરાવ્યો છે ગુજરાત સરકારે દરેક જિલ્લામાં 50 બેડનું એક વિશેષ સેન્ટર બનાવવા તમામ જિલ્લા કલેક્ટરોને જણાવ્યું છે અમદાવાદમાં આર્મી કેન્ટોનમેન્ટમાં આ વ્યવસ્થા કરાઈ છે કોરોના વાઈરસના જોખમને ધ્યાનમાં લઈ હોળીના તહેવારની ઊજવણી બંધ કરાઈ રહી છે ટ્વિટરે ગઈકાલે તેમના કર્મચારીને ઘરેથી કામ કરવાની સલાહ આપી હતી

Videos similaires