અમદાવાદમાં સરકારી બગીચામાં અને સુરેન્દ્રનગરના થાનમાં ક્લબ જેવી જગ્યાએ જુગાર રમાતો હોય તેવા વીડિયો વાઈરલ

2020-03-03 1,566

અમદાવાદ/ સુરેન્દ્રનગર:રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે ગુજરાત પોલીસે કમર કસી રહી છે રાજ્યના પોલીસ વડા જે તે પોલીસ સ્ટેશનની હદમાં દારૂ કે જુગાર પકડાય તેના પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દે છે જોકે આટલું ઓછું હોય તેમ હવે જુગારીઓ બેફામ બન્યા છે પોલીસનો ડર ન હોય તેમ જાહેર જગ્યાએ અને મોટા ટોળા મળીને જુગાર રમતા હોવાના અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં મામલા સામે આવ્યા છે અમદાવાદ શહેરમાં ખુલ્લેઆમ બગીચામાં જુગાર રમાતો હોય તેવો એક વીડિયો વાઈરલ થયો છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનના રેલવે સ્ટેશન વિસ્તારમાં ક્લબ ટાઈપની જગ્યાએ વરલી મટકા એમ અલગ અલગ પ્રકારના જુગાર રમાતો હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ દોડતી થઈ છે

Videos similaires