સુરતના અડાજણમાં સ્કૂલ નજીક એપાર્ટમેન્ટમાં ACમાં શોર્ટ સર્કિટથી આગ

2020-03-03 1,320

સુરતઃ અડાજણ વિદ્યાકુંજ સ્કૂલ નજીક એપાર્ટમેન્ટના ફ્લેટના એસીમાં શોર્ટ સર્કિટ બાદ ધડાકાભેર આગ ફાટી નીકળી હતી જેથી એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતાં રાત્રે અઢી વાગ્યે બનેલી આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી જતા આગ કાબૂમાં લેવાઈ હતી આગમાં દાઝી ગયેલા શાહ પરિવારની માસૂમ દીકરી સહિત માતા-પિતાને તાત્કાલિક 108ની મદદથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા બચાવી લેવાયા હતા મોડીરાત્રે લાગેલી આગને લઈ સંકલ્પ એપાર્ટમેન્ટના અન્ય ફ્લેટ હોલ્ડરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

Videos similaires