વડોદરા: પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિત આંદોલનકારીઓ પર કરાયેલા પોલીસ કેસો પરત ખેંચવાની માંગ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાત દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતીહજી ઘણા જિલ્લાઓમાં આંદોલનકારીઓ પર કરાયેલા કેસો પરત ખેંચવાના બાકી હોવાથી પાટીદાર યુવાનો કોર્ટમાં ધક્કા ખાઈ રહ્યા છે, જેથી આ કેસો પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાતના નેજા હેઠળ વડોદરાના પાટીદાર અગ્રણી યુવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી અને જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે પુનઃ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી