માતા-પુત્રના મોત મામલે પરિવારજનોએ હત્યાની આશંકા સાથે ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવા માગ કરી

2020-03-02 721

વડોદરા:કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાંથી માતા-પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો માતા-પુત્ર ઝઘડીયા તાલુકાના વેલુગામથી સાસરી ભરૂચ જિલ્લાના ઝનોર ગામ જઇ રહ્યા હતા દરમિયાન તેઓના મૃતદેહ 4 દિવસ બાદ રહસ્યમય હાલતમાં હલદરવા ગામની સીમમાંથી મળી આવ્યા હતા માતા-પુત્રની એક મહિલા સહિત 4 વ્યક્તિઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ આજે વડોદરા રેન્જ આઇજીપીને રજૂઆત કરી હતી અને મહિલા ઉપર દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરી છે આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવા માટે માંગણી કરી હતી

Videos similaires