ગુજરાત વિધાનસભાની કેન્ટીનની જ દાળમાંથી જીવડું નીકળ્યું, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસનો દોર શરૂ

2020-03-02 853

ગાંધીનગરઃગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે આજે બપોરે વિધાનસભાની કેન્ટીનમાં ભોજન પીરસાઈ રહ્યું હતું, ત્યારે કેન્ટીનના ભોજનની દાળમાંથી જીવડું નીકળ્યું હતું આ કેન્ટીનમાં મોટાભાગે સરકારી કર્મચારીઓ અને નેતાઓ ભોજન લેવા આવતા હોય છે, ત્યારે વિધાનસભાની કેન્ટીનમાંથી જ જીવડું નીકળતા રાજ્યમાં ખાદ્ય સુરક્ષાના કાયદાના લીરેલીરા ઉડ્યા છે દાળમાંથી જીવડું નીકળ્યાનો મેનેજરે ખુદે જ સ્વીકાર કર્યો હતો જો કે, મેનેજરે બચાવ કરતા જણાવ્યું હતું કે ‘આ દાળમાં જીવડું કદાચ ટેબલ પરથી ચઢીને દાળમાં જતું રહ્યું હોય એવું લાગે છે અમે ખાદ્ય સુરક્ષાની તમામ ચોકસાઈ જાળવીએ છીએ આ ઘટનાને પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિધાનસભા કેન્ટીનમાં તપાસનો દોર શરૂ થયો છે

Videos similaires