સરકારી સ્કૂલનો શિક્ષક બુટલેગર બન્યો, ઘર-ખેતરમાં દાટેલા 2 લાખના વિદેશી દારૂ-બીયર સાથે ધરપકડ

2020-03-02 2,659

દાહોદઃ દાહોદ જિલ્લામાં શિક્ષક બુટલેગર બન્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષકના ઘર અને ખેતરમાંથી બે લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો છે હોળીના તહેવારને લઇને દારૂ અને બીયરનો જથ્થો શિક્ષકે ઘરમાં અને ખેતરમાં જમીનમાં દાટી દીધો હતો સુખસર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

Videos similaires