હવે દારૂ વેચનાર અને પીનારને નવા ભગા ગામના આગેવાનો પોલીસને સોંપશે

2020-03-02 348

હિંમતનગર: રાજ્યમાં દારૂબંધી છે આમછતાં ઠેરઠેર દારૂ પીવાય એ હકીકતથી સૌ વાકેફ છે ત્યારે જિલ્લાના વિજયનગર તાલુકાના છેવાડાના ગામ નવાભગામાં કડક દારૂબંધી લાગૂ કરી છે દારૂ પીવાથી અકસ્માત સહિતના કારણે ગામના યુવાધનના મોત નિપજ્યા છે ત્યારે ગ્રામસભા યોજીને ગામલોકોએ ગામમાં કડક દારૂબંધીનો નિયમ લાગૂ કરી દીધો છે અને દારૂ પીનાર તથા વેચનારને પોલીસ હવાલે કરવાનો નિર્ણય કરાયો છે આદીવાસી વિસ્તારના છેવાડાના ગામના લોકોએ પરિપત્ર જાહેર કરીને રાજ્યના અન્ય ગામડાંઓને એક રાહ ચીંધી છે