વડોદરાઃ ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે જર્જરિત થઈ ગયેલી પાણીની ટાંકી ઊતારી લેવાની માંગ ઘણા સમયથી ચાલતી હતી જેથી ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા જર્જરીત ટાંકીને સલામત રીતે નીચે ધરાશાયી કરાવમાં આવી હતી જો કે, પડતી ટાંકીનો કોઈ વીડિયો મોબાઈલમાં કેદ કરીને વાઈરલ કરી દેતા લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો જો કે, હકીકતમાં ટાંકીને સલામત રીતે કોઈ ઈજા જાનહાનિ ન સર્જાય તે રીતે ઉતારી લેવામાં આવી હતી