અમિત શાહે કહ્યું, દુશ્મનના ઘરમાં ઘૂસીને હુમલો કરવાની તાકાત છે

2020-03-01 3,036

કોલકાતાઃગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે પશ્વિમ બંગાળની યાત્રા પર છે રવિવારે તેમણે રાજારહાટમાં NSG ના 29 વિશેષ સંયુક્ત જૂથ સંકુલનું ઉદઘાટન કર્યું, જેથી તેઓ ઓછામાં ઓછા 100 દિવસ પરિવાર સાથે રહી શકે તેનું મોડ્યુઅલ પણ તૈયાર થઈ ચુક્યું છે હું પોતે આની દેખરેખ રાખી રહ્યો છું શાહે કહ્યું કે, દેશની સુરક્ષામાં લાગેલા તમામ જવાનોના પરિવારજનો અને બાળકોની સુરક્ષા-સલામતીની જવાબદારી અમારી છે મોદી સરકાર જવાનોના બાળકોને સારું શિક્ષણ, પરિવારજનોને રહેવા માટે મકાન અને ચિકિત્સાની શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવશે

શાહે કહ્યું કે, અમે આખી દુનિયામાં શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ જે અમારી શાંતિમાં દખલગીરી કરશે, તેમને ઘરમાં ઘુસીને મારીશું સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક આનું તાજું ઉદાહરણ છે

Videos similaires