રાજકોટઃ આજના સમયમાં સામાન્ય રીતે પોતાના સંતાનોને અભ્યાસ માટે ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાનો એક ગાડરીયો પ્રવાહ ચાલી રહ્યો છે અને વાલીઓ માને છે કે, સરકારી કરતા ખાનગી શાળાઓમાં તેમના સંતાનોને સારૂ શિક્ષણ મળશે, પરંતુ ધીમે ધીમે વાલીઓની માનસિકતા આજની સરકારી શાળાઓ બદલી રહી છે આવી એક રાજકોટ મહાનગરપાલિકા સંચાલિક શાળા કે, જ્યાં ડિજિટલ યુગમાં ડિજિટલ સ્વરૂપે શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે, ગુજરાત રાજ્યની આ પ્રથમ સરકારી શાળા છે કે, જેમાં તમામ પ્રકારે સ્માર્ટ સગવડો આપવામાં આવી રહી છે