સુરતઃનિઝર ઉચ્છલ રોડ પર આવતા નિઝરના વેલ્દા ટાંકી પાસે મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના નિઝામપુર ગામથી સવારે તળોદા તાલુકાના બેડાપાડા ગામે કોઈ પ્રસંગે જવા માટે નીકળેલા રિક્ષાને પીક અપ બોલેરોએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતોજેમાં 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં નંદુરબાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે 3 બાળક અને 1 મહિલા અને 1 પુરુષને નાની મોટી ઈજા થતાં નિઝરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાંજ્યાં ટૂંકી સારવાર દરમિયાન ભાઈ બહેનના મોત નીપજ્યાં હતાં