સુરતઃ શુક્રવારે સુરતના વરાછા વિસ્તારની એક યુવતિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આત્મહત્યા કરવા પાછળ તેણે ધારૂકા કોલેજના ટ્રસ્ટી કનુભાઈ માવાણી અને ધારૂકા કોલેજ જવાબદાર હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરતી આ યુવતિ એડમિશનની રજૂઆત લઈને ગઈ હતી જ્યાં તેણીને કનુ માવાણીએ અપશબ્દો કહ્યાં હતા એવુ વિડીયોમાં જણાવ્યું હતું વિડીયોમાં એવું જણાવાયું હતું કે મારા મા-બાપ અને ઘરવાળાને ફોન કરીને ડરાવવામાં આવે છે ઘટના અંગે મળતી માહિતી અનુસાર 15 દિવસ પહેલા યુવતિ ધારૂકા કોલેજમાં અભ્યાસ કરતી અન્ય યુવતિને લઈને પરીક્ષામાં બેસવા ન દેતા હોવાને કારણે કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી પોલીસ દ્વારા ધારૂકા કોલેજના ટ્રસ્ટી કનુભાઈ માવાણીને જાણ કરાતા તેઓ અને આચાર્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં પુછપરછ દરમિયાન અન્ય યુવતિ એક વર્ષથી કોલેજમાં આવતી ન હતી અને ફી પણ બાકી હોવાને કારણે યુનિવર્સિટી નિયમ પ્રમાણે પરીક્ષામાં બેસવા દેવાઈ ન હતી ત્યારબાદ શુક્રવારે યુવતિએ ધારૂકા કોલેજ અને ટ્રસ્ટી કનુભાઈ માવાણીને કારણે આત્મહત્યા કરતા હોવાનો વિડીયો બનાવ્યો હતો