સુરતના લાલ દરવાજા ખાતેથી પસાર થતી ચાલુ સિટી બસમાં ચડવા જતાં આધેડ નીચે પટકાયા

2020-02-28 5,488

સુરતઃશહેરમાં ફરતી સિટી બસમાં ચડવા જતાં આધેડ નીચે પટકાયા હતાં લાલદરવાજા ખાતેથી પસાર થતી ચાલુ સિટી બસમાં ચડવા જતાં એક આધેડે બેલેન્સ ગુમાવતાં નીચે પટકાયા હતાં દરવાજેથી નીચે પટકાયેલા આધેડના પગ પરથી બસનું વ્હિલ પસાર થઈ ગયું હતું જેથી આધેડને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં

લોકોનું ટોળું એકઠું થયું

લાલ દરવાજા વિસ્તારમાં બસ રસ્તો ક્રોસ કરીને જઈ રહી હતી એ દરમિયાન બે વ્યક્તિમાંથી એક આધેડ સીધા બસમાં ચડી ગયાં હતાં બસ થોડી સ્પીડમાં હોવાથી આધેડ પોતાનું સંતુલન ન રાખી શક્યા અને બસનો દરવાજો છૂટી જતાં નીચે પટકાયા હતાં જેથી બસનું ટાયર તેના પગ પરથી પસાર થઈ ગયું હતું એક્સિડન્ટની જાણ લોકોને થતાં ટોળું એકઠું થઈ ગયું હતું બાદમાં ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં

બસના દરવાજા ખુલ્લા હોવા બાબતે સવાલો ઉઠ્યાં

સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી બ્લૂ કલરની સિટી બસમાં ચડવા જતાં પટકાયેલા આધેડના એક્સિડન્ટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી આ ઘટના બાદ સ્થાનિકોએ સવાલો ઉભા કર્યા હતા કે ચાલુ બસે દરવાજા શા માટે ખુલ્લા રાખવામાં આવે છે

Videos similaires