રાજકોટ: રાજકોટના બેડી ગામે યાર્ડ પાસે મચ્છરોના ત્રાસને લઇ ખેડૂતો અને સ્થાનિકો રોષે ભરાયા હતા જેને લઇ સતત 9 દિવસ યાર્ડ બંધ રાખ્યું હતું મચ્છરોના ત્રાસથી માત્ર લોકો જ નહીં પરંતુ પશુઓ પણ હેરાન થઇ રહ્યા છે જેને લઇ બેડીના માલધારીઓએ પોતાના ઢોરને મચ્છર ન કરડે તે માટે તારાપુરમાં ખાસ ઓર્ડર આપીને 8 ફૂટ ઊંચી અને 50 ફૂટ પહોળી મચ્છરદાની બનાવી છે, પહેલા મચ્છરોના ત્રાસને નાથવા દરરોજ સાંજે 20 ટોપલા છાણાનો ધૂપ કરવામાં આવે છે માલધારીઓ પોતાના પશુઓ પર ઢાંકી મચ્છરોથી બચાવી રહ્યા છે