વડોદરામાં જ્વેલર્સની દુકાનમાં ગઠિયાએ કરેલી બે ચેઈનની ચોરી CCTVમાં કેદ

2020-02-28 686

વડોદરાઃ સંગમ ચાર રસ્તા પાસેની જવેલર્સની દુકાનમાં ગઠિયો સોનાની બે ચેઈન લઈ રફુચક્કર થઈ જતાં સીસીટીવી ફુટેજને આધારે કારેલીબાગ પોલીસે તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે વડોદરા શહેરના કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે આવેલા ગુંજન કોમ્પ્લેક્સમાં સંગમ જવેલર્સ નામની દુકાન આવેલી છેજેમાં આવી ચઢેલા એક ગઠિયાએ 80,000 ની સોનાની બે ચેન બહાર મમ્મીને બતાવી આવ્યાનું જણાવી રૂપિયા 90,000નો મોબાઈલ વિશ્વાસ માટે દુકાનદારને આપ્યો હતોજોકે ચેન લઈ જનાર ગઠિયો પરત ના આવતાં દુકાનદારે કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથધરી હતીબનાવ અંગે પોલીસે દુકાનમાં લાગવાયેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતાં ગઠિયો કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતોજે ફુટેજને આધારે પોલીસે ગાંઠિયાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે

Videos similaires