ગાંધીનગરમાં ઇન્ફોસિટી પાસે યુવકોના બે જૂથ વચ્ચે મારામારી, ત્રણ યુવક ઘાયલ

2020-02-27 4,725

ગાંધીનગર:ગાંધીનગર ઇન્ફોસિટી પાસે આવેલ બિઝનેશ પાર્કના ગેમઝોનમાં આજે બે યુવકોના જૂથ વચ્ચે મારામારી થઇ હતી જેમાં હુસેની સેનાના રિઝવાન કાદરી, સોહિલ ખાન સહિતના 10 જેટલા સાગરિતોએ રાયસણ ગામના ત્રણ યુવકો પર બોથડ પદાર્થથી હુમલો કર્યો હતો જેમાં ઋષિ પટેલ, સની પટેલ અને દિપક પટેલને ઇજાઓ થતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મારામારી દરમિયાન એક કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતાં ઘટનાની જાણ થતાં ઇન્ફોસિટી પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

Videos similaires