વડોદરા / યુવતીના ગળામાંથી સોનાની ચેઇન તોડીને એક્ટિવા ચાલક યુવાન ફરાર, CCTVમાં કેદ

2020-02-27 1,156

વડોદરા: બંગલામાં કામ કરીને ચાલતા ઘરે જઇ રહેલી યુવતીના ગળામાંથી એક તોલાની સોનાની ચેઇન લૂંટી એક્ટિવા ચાલક યુવાન ફરાર થઇ ગયો હતો વડોદરાના માંજલપુર ગામ પાસે બનેલા આ બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે
યુવતી બંગલાઓમાં ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે
માંજલપુર ગામમાં કદમવાળા ફળીયામાં પ્રકાશબહેન દલપતભાઇ સોલંકી રહે છે અને આસપાસમાં આવેલી સોસાયટીઓના બંગલાઓમાં ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે બપોરે 1 વાગ્યાના સુમારે પ્રકાશબહેન પુત્ર જયમીનને લઇને માંજલપુર ગામ પાસે આવેલી પરસોત્તમનગર સોસાયટીમાં રહેતા સેજલબહેનના બંગલામાં કામ કરવા માટે ગયા હતા કામ પરું થયા બાદ તેઓ ચાલતા પોતાના ઘરે જઇ રહ્યા હતા
લૂંટારુ યુવાન એક્ટિવા પર ફરાર
દરમિયાન એક્ટીવા સવાર એક યુવાન ચાલતા જઇ રહેલા પ્રકાશબહેન સોલંકી પાસે ધસી આવ્યો હતો અને પ્રકાશબહેન કંઇ વિચારે તે પહેલાં તેઓના ગળામાંથી એક તોલા વજનની રૂપિયા 30,000 કિંમતની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયો હતો પ્રકાશબહેને ચેઇન લૂંટીને ફરાર થઇ ગયેલા લૂંટારૂને પકડવા માટે બુમો પણ પાડી હતી પરંતુ, સ્થાનિક લોકો દોડી આવે તે પહેલાં પોલીસની ગાડી આવી ગઇ હતી જોકે, લૂંટારુ યુવાન એક્ટિવા પર ફરાર થવામાં સફળ રહ્યો હતો
પોલીસે લૂંટારૂને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં
રાત-દિવસ મહેનત કરીને બનાવેલી સોનાની ચેઇન લૂંટાતા પ્રકાશબહેન સોલંકી તુરંત જ માંજલપુર પોલીસ મથકમાં દોડી ગયા હતા એક્ટીવા ઉપર આવેલા હાફ પેન્ટ અને બ્લેક ટી-શર્ટ પહેરેલા આશરે 24 વર્ષિય લૂંટારા યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે બનાવ બનેલા સ્થળ પાસેથી સીસીટીવી ફૂટેજ મેળવી ફરાર થઇ ગયેલા લૂંટારૂને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

Videos similaires