Speed News: રાજ્યમાં સૌથી વધુ કુપોષિત બાળકો બનાસકાંઠા જિલ્લામાં હોવાનો સરકારનો ખુલાસો

2020-02-27 1

રાજ્યમાં સૌથી વધુ કુપોષિત બાળકો બનાસકાંઠા જિલ્લામાં હોવાનો સરકારનો ખુલાસો થયો છે હાલ ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોતરીકાળમાં રાજ્યમાં કુપોષિત બાળકો અંગે ખુલાસો થયો છે આ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં સૌથી વધુ કુપોષિત બાળકો બનાસકાંઠા જિલ્લામાં 28,265 છે ત્યાર બાદ 26021 બાળકો સાથે આણંદ બીજા ક્રમે, 22613 બાળકો સાથે દાહોદ ત્રીજા ક્રમે છે

Videos similaires