અમેરિકાના વિસ્કોન્સિન પ્રાંતમાં બુધવારે ગોળીબારમાં 6 લોકોના મોત થયા છે અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલાખોર પોતે જ ગોળીથી ઘાયલ થયો હતો, બાદમાં તેનું પણ મોત થયું હતું વિસ્કોન્સિન પ્રાંતમાં મિલ્વૌકી શહેરમાં મોલ્સન કૂર્સ બીયર કંપનીના કેમ્પસમાં આ ઘટના બની હતી સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તારને લોકડાઉન કરવામાં આવ્યો છે હુમલાખોરની ઓળખ 51 વર્ષના મિલ્વૌકી નિવાસી તરીકે થઈ છે જોકે ગોળીબાર કરવા પાછળનો તેનો ઈરાદો હજી જાણી શકાયો નથી ઘટના બુધવારે બપોરે બની હતી તે સમયે ઘણા કર્મચારીઓ ઓફિસમાં હતા