નવજાત બાળકીના શરીર પર હતા છરીના ઘાના 20 નિશાન, હાલ સ્થિતિ સુધારા પર

2020-02-27 1,219

રાજકોટના મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે સીમમાંથી તાજી જન્મેલી બાળકી ગઇકાલે મળી આવી હતી બાળકીને કૂતરૂ મોમા પકડીને જતું હતું તે અરસામાં વીસેક યુવકો ક્રિકેટ રમીને જઇ રહ્યા હતા ત્યારે બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો અને નજર દોડાવી તો એક કૂતરું બાળકીને મોંમાં લઇને જઇ રહ્યું હતું યુવકોએ પળનો પણ વિલંબ કર્યા વગર પથ્થરમારો કરતાં બાળકીને છોડીને કૂતરું નાસી ગયું હતું વિપુલ રૈયાણી નામના યુવકે ફોન કરતાં 108 દોડી ગઇ હતી અને બાળકીને તાકીદે રાજકોટ કેટીચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડી હતી બાળકીના શરીર પર છરીના ઘાના 20 નિશાન જોવા મળ્યા હતા જો કે,મળી ત્યારે શ્વાસ લઇ શકતી નહોતી હાલ બાળકીની સ્થિતિ સુધારા પર છે

Videos similaires