લોકઅપમાં આત્મહત્યા કરવાનો મામલો, ભારે હૈયે પરિવારે મૃતકની અંતિમયાત્રા નીકાળી

2020-02-26 141

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મોડી રાતે જીગર નામના યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના બની હતી ત્યારે આ મામલેકાગડાપીઠના PSO ગોરધનસિંહને સસ્પન્ડ કરવામાં આવ્યાં છે જ્યારે તેમની જગ્યાએ ઇસનપુરના પીએસઆઈ કેપી ગોહિલને કાગડાપીઠ મૂકવામાં આવ્યાં છે આ મામલે મૃતકના પરિવારજનોએ સેક્ટર 2ના JCP નિપુણા તોરવણેને રજૂઆત કરી હતી ત્યારબાદ કાગડાપીઠના પીએસઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે આ ઉપરાંત કાગડાપીઠનાતમામ સ્ટાફને વિખેરી નાખવામાં આવશે તેમને અન્ય પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવશે તેવી જાણકારી મળી છે ત્યારે કાર્યવાહી બાદ પરિવારે મૃતકનો મૃતદેહ સ્વીકારીને તેની અંતિમયાત્રા નીકાળી હતી