ભરૂચ: ભરૂચ તાલુકામાં આવેલાં અમલેશ્વર ગામના આબલિયા ખડકી ફળિયામાં રહેતાં મનીષ કનુભાઇ પટેલ કેબલ નેટવર્ક તેમજ સ્કૂલ વર્ધી ચલાવે છે સોમવારે રાત્રે તેઓ પરિવાર સાથે ઘરમાં સૂઇ ગયા બાદ મોડી રાત્રે 2:30 વાગ્યના સુમારે તસ્કરે તેમના ઘરના વાડાના ભાગેથી આવી તેમના ભાઇના રૂમની ખુલ્લી બારી વડે ઘરમાં પ્રવેશ્યો હતો માથે કપડું ઢાંકીને તસ્કર આવતાં ઘરમાં સીસીટીવી કેમેરા છે તેવું જાણતો હોવાની શંકા છે તેણે બેટરી વડે ડીવાઆર પણ ચકાસી જોયા બાદ કેમેરા પર કપડું ઢાંકી દીધું હતું સવા કલાક સુધી ઘરમાં સંતાઇ રહી કબાટમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂા 20 હજાર મળી કુલ 150 લાખની ચોરી કરી ફરાર થઇ ગયો હતો પોલીસ સીસીટીવીની મદદથી તકસ્કોનું પગેરૂ મેળવવા ધમપછાડા કરી રહી છે જોકે છેલ્લા 25 દિવસથી તસ્કરોએ ભરૂચ જિલ્લામાં હાહાકાર મચાવ્યો હોવા છતાં પોલીસ તેમની સામે લાચાર છે પેટ્રોલીંગના દાવા પણ એકેય ચોર પકડાતો નથી એસપીની ગેરહાજરીમાં એલસીબી, એસઓજી સહિતની સ્કવોર્ડને તો રજા જેવો માહોલ થઇ ગયો છે અને ચોરોને મોકળુ મેદાન મળ્યું છે