નાના ચિલોડા રિંગરોડ પર રૂપલલનાઓનો ત્રાસ, લોકોએ પોલીસને આડે હાથ લઈ વાહનોમાં તોડફોડ કરી

2020-02-26 12,609

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું નરોડા પોલીસ સ્ટેશન સતત વિવાદમાં રહેતું હોય છે નાના ચિલોડા રિંગ રોડ પર રાતે કેટલીક મહિલાઓ દેહવ્યાપાર માટે ઉભી રહે છે જેથી હોટલમાં જમવા આવતા લોકો હેરાન પરેશાન થતા હોય છે મંગળવારે મોડી રાતે નરોડા પોલીસની SHE ટીમ ખોટી રીતે યુવક અને એક પરિવારને પકડી હેરાન કરતા લોકોએ પોલીસ પર ગુસ્સો ઠાલવ્યો હતો પોલીસ સાથે બોલાચાલી કરી હતી લોકોમાં પોલીસ માટે ભારે રોષને પગલે ગાડીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી જોત જોતામાં 150 લોકો ભેગા થઈ ગયા હતા ઘટનાને પગલે નરોડા પોલીસની તમામ ગાડીઓ રિંગ રોડ પર પોહચી હતી પોલીસે આ મામલે 150 લોકો સામે રાયોટિગ મારામારી અને પોલીસની કામગીરીમાં રુકાવટનો ગુનો નોંધ્યો છે

Videos similaires