અમદાવાદ: ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીના રોડ શો દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે રોડ શોમાં મોદીના કાફલા વચ્ચે એક કાળું કૂતરું આવી ગયું હોવાની ઘટના બની હતી સોમવારે જ્યારે વડાપ્રધાન મોદીનો કાફલો ઈન્દિરાબ્રિજ સર્કલ પાસેથી પસાર થતો હતો ત્યારે એક કાળા કલરનું કૂતરું રોડ પર કાફલા સામે દોડતાં દોડતા આવ્યું હતું મોદીની ગાડીના કાફલામાં આગળ એસ્કોર્ટમાં રહેલી SPGની ગાડીઓએ કૂતરાને જોતા જ તેની તરફ કાર વાળી તેને ઘેરવાની કોશિશ કરી હતી SPG નીચે ઉતરી તેને દૂર કરવા જતાં હતાં જો કે કૂતરું થોડું સાઈડમાં ખસી જતા એસ્કોર્ટ અને મોદીની કાર આગળ નીકળી ગઈ હતી જો કે આખો કાફલો નીકળ્યો ત્યારે કૂતરું રસ્તા ઉપર જ દોડતું જોવા મળ્યું હતું
ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈપણ VVIP રોડ પરથી પસાર થવાના હોય ત્યારે કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા ઢોર અને કૂતરા પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે કાફલામાં વચ્ચે ક્યાંય પશુ કે ઢોર ન આવી જાય તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે જો કે મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે બેદરકાર જોવા મળ્યું છે સોમવારે પણ સ્ટેડિયમ અને એરપોર્ટ પાસે કૂતરા રખડતા જોવા મળ્યા હતા