યુવકે નાસિકમાં 80 હજારમાં લગ્ન કર્યાં,સવારે દુલ્હન ઘરે આવી,સાંજે દાગીના લઈ નાસી છૂટી

2020-02-25 5,545

રાજકોટઃ લગ્નવાંછુક યુવકો પાસેથી પૈસા પડાવી લગ્નનું નાટક કરી ઘરમાંથી હાથફેરો કરતી ગેંગનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો રાજકોટના યુવકે રૂ80 હજાર આપી નાસિકની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને સવારે 7 વાગ્યે રાજકોટ આવ્યા બાદ સાંજે 7 વાગ્યે યુવતી યુવક અને તેના પરિવારજનોને ચકમો આપી દાગીના અને કપડાં લઇ ફરાર થઇ ગઇ હતી રાજકોટના કુવાડવા રોડ પરના રોહીદાસપરામાં રહેતા અને ટિપરવાનમાં હેલ્પર તરીકે નોકરી કરતાં ધનજીભાઇ હમીરભાઇ મકવાણા (ઉવ35)ની લગ્નની ઉંમર થઇ હતી, દરમિયાન કોઠારિયામાં રહેતો સુરેશ લગ્ન કરાવી દેતો હોવાની જાણ થતાં ધનજીભાઇએ તેનો સંપર્ક કર્યો હતો, સુરેશે નાસિકમાં 80 હજાર આપી લગ્ન કરાવી દેવાની ખાતરી આપી હતી અને તે માટે પોતાના ખર્ચના રૂ5 હજારની માંગ કરી હતી ધનજીભાઇએ સુરેશને રૂ5 હજાર ચૂકવ્યા હતા અને લગ્ન કરવા જવાનું નક્કી થયું હતું

Videos similaires