મોડાસા:માલપુરના વાત્રક નદી પરના બ્રીજ પર એક ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા મામેરું લઈને જતાં પરિવારના 6 સભ્યોના મોત નિપજ્યા હતા જ્યારે 15થી વધારે ઘાયલ થયા હતા મેઘરજના બેલ્યો ગામથી મામેરું લઈને જતા પરિવારના ટ્રેક્ટરમાંથી 5 લોકો નદીમાં ખાબકતા ડૂબવાથી અને એકનું સારવાર દરમિયાન મોત થયું હતું આ મૃત્યુ આંક વધવાની શક્યતા છે