સરકારી સ્કૂલના હેપીનેસ ક્લાસમાં પહોંચી મેલેનિયા; બાળકોએ તિલક કરી સ્વાગત કર્યું, આરતી પણ ઉતારી

2020-02-25 12,569

અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ મંગળવારે દિલ્હીની એક સરકારી સ્કૂલની મુલાકાત લેવા પહોંચી ગયા છે અહીં તેમનું સ્કૂલ પ્રશાસન દ્વારા મેલેનિયાને તિલક કરી-આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ હૈદરાબાદ હાઉસમાં દ્વીપક્ષીય બેઠક કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ મેલેનિયા સર્વોદય કો-એડ સીનિયર સેકન્ડરી સ્કૂલની મુલાકાતે પહોંચ્યા છે સ્કૂલ મુલાકાત દરમિયાન મેલેનિયાએ બાળકો અને ત્યાંના ટીચિંગ સ્ટાફ સાથે વાતચીત કરી હતી ગુલાબી ચણીયાચોળીમાં સ્વાગત કરવા ઉભેલી બાળકી સાથે મેલેનિયાએ ઘણી વાર સુધી વાતચીત કરી હતી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહેલેથી આ સ્કૂલનું નામ જાહેર કરવામાં નહતું આવ્યું

Videos similaires