ઇડર ગઢની તળેટીમાં ખોદકામ દરમિયાન જૈન મૂર્તિઓના અવશેષ મળ્યા

2020-02-25 380

હિંમતનગર: ઇડર ગઢની તળેટીમાં આવેલ સંભવનાથજી દિગંબર જૈન દેરાસરની બાજુમાં આવેલ ખાલી જગ્યા પર સંત ભવનના નિર્માણ માટે ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જમીનમાંથી પુરાતનકાળની જૈન મૂર્તિઓ અને પુરાતન અવશેષો મળી આવ્યા હતા તે દરમિયાન લોકોના ટોળેટોળા જોવા માટે અહીં ઉમટી પડ્યા હતા અને મનાઈ રહ્યું છેકે જે પુરાતન વખતની મળી આવેલ મૂર્તિઓ અને અવશેષો જૈન ભગવાનના પાછળના પરિકરનો ભાગ હોય તેમ જણાઈ રહ્યું છે અને મળી આવેલ અવશેષો અને મૂર્તિઓ 1500 વર્ષ જુના હોવાનું મનાઈ રહ્યું છે જૈન સમાજમાં આંનદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે