અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા અહીં તેમણે વડાપ્રધાન મોદી સાથે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સંબોધનમાં સચિન તેંડુલકરથી લઇને શોલે-DDLJ અને મહાત્મા ગાંધીથી લઇને સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કર્યો હતો ભાષણમાં ટ્રમ્પે પાંચ નામનું ઉચ્ચારણ ખોટું કર્યું હતું જોકે ટ્રમ્પે ભાષણમાં જ્યારે જ્યારે આ ભારતી હસ્તિઓનો ઉલ્લેખ કર્યો, ત્યાં ઉપસ્થિત લોકોએ ખુશી વ્યક્ત કરી હતી