ટ્રમ્પ-મેલેનિયાના 4 કલાકના રોકાણમાં 11 મિનિટ આશ્રમમાં, 1 કલાક સ્ટેડિયમમાં, 70 મિનિટનો રોડ-શો

2020-02-24 1,955

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચાર કલાક માટે અમદાવાદ આવ્યા હતા સવારે બરાબર 1136 કલાકે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયાને લઈને એર ફોર્સ વન પ્લેને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું એરપોર્ટ પર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાગત માટે પહોંચ્યા હતા ટ્રમ્પ સવારે 1158 કલાકે પ્લેનમાંથી નીચે ઉતર્યા હતા જ્યાં લાલ જાજમ બિછાવી તેમનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ રોડ-શોમાં ભાગ લઈને ટ્રમ્પ-મેલેનિયા 1228 કલાકે ગાંધીઆશ્રમ પહોંચ્યા હતા અને ત્યાં 11 મિનિટ જેટલો સમય વીતાવી સ્ટેડિયમ રવાના થયા હતા સ્ટેડિયમમાં 128 કલાકે આગમન બાદ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ શરૂ થયો હતો મોદીએ પહેલા તબક્કામાં 11 મિનિટ અને બીજા તબક્કામાં 11 મિનિટ મળી કુલ 22 મિનિટ પ્રવચન કર્યું હતું જ્યારે ટ્રમ્પે 155 કલાકે પ્રવચન શરૂ કર્યું હતું જે બપોરે 222 કલાકે પૂર્ણ થયું હતું આમ ટ્રમ્પનું પ્રવચન 27 મિનિટ ચાલ્યું હતું સ્ટેડિયમથી ટ્રમ્પ દંપતિ સીધું એરપોર્ટ રવાના થયું હતું જ્યાં 335 કલાકે તેમનું વિમાન આગ્રા રવાના થયું હતું

Videos similaires