અમદાવાદઃમોટેરા સ્ટેડિયમમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને મોદીના લગભગ એક કલાક ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ ચાલ્યો હતો આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા સવારના 9 વાગ્યાથી લોકો આવવા લાગ્યા હતા ત્યાર બાદ મોદી અને ટ્રમ્પ 140 વાગ્યે સ્ટેજ પર પહોંચ્યા હતા જ્યાં બન્નેએ એક કલાક જેટલું સંબોધન કર્યું હતું ત્યાર બાદ પોણા ત્રણ વાગ્યે કાર્યક્રમનું સમાપન થતા જ 34 ડિગ્રી ગરમીમાં અકળાયેલા લોકો જવા લાગ્યા હતા આ દરમિયાન ગેટ પર ભીડ થઈ ગઈ હતી અને પોલીસ કર્મીઓએ વ્યવસ્થા જાળવવા પરસેવો પાડવો પાડ્યો હતો થોડીવારમાં જ સ્ટેડિયમ ખાલી થઈ ગયું તેમાં પણ પાર્કિંગ ત્રણ કિલો મીટર હોવાથી લોકોએ ગરમીમાં ચાલીને જવુ પડ્યું હતું