ટ્રમ્પ-મોદીનું ખાસ બોન્ડિંગ, ત્રણ કલાકમાં બન્ને નેતાઓ પાંચવાર ભેટી પડ્યા

2020-02-24 3,739

બે દિવસની ભારતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને તેમના પરિવારનું આજે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ટ્રમ્પ-મેલેનિયાએ પણ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો ટ્રમ્પ પરિવારના સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની એરપોર્ટ પર એન્ટ્રીથી લઈને ગાંધી આશ્રમ અને બાદમાં મોટેરા સ્ટેડિયમ સુધીના મુસાફરીની ખાસ તસવીરો સામે આવી છે
અમદાવાદની મુલાકાત દરમિયાન ત્રણ કલાકમાં યુએસના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી પાંચવાર ભેટ્યા હતા

પ્રથમવાર :અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પનું સ્વાગત કરતા પીએમ મોદી તેમને ભેટી પડ્યા હતા
બીજીવાર:મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પને આવકારતી વેળાએ બન્ને પીએમ મોદી તેમને ભેટી પડ્યા હતા
ત્રીજીવાર:મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પને આવકારતી સ્પીચ આપ્યા બાદ મોદી તેમને ભેટી પડ્યા હતા
ચોથીવાર :ટ્રમ્પે મોટેરામાં તેમની સ્પીચ પૂરી કરી ત્યારે બન્ને નેતા ભેટી પડ્યા હતા
પાંચમીવાર:મોટેરા સ્ટેડિયમમાં બીજીવાર ભાષણ આપ્યા બાદ પીએમ મોદી તેમને ભેટી પડ્યા હતા