ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી આજે 1130 વાગ્યે એરપોર્ટ પર પહોંચ્યા બાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શૉ કરવાના છે રોડ શૉ જે રૂટ પર થવાનો છે ત્યાંના રહેવાસીઓને સવારથી જ ઘરમા પુરાઈ રહેવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે 22 કિમીના રોડ શૉ પર સોસાયટીની બહાર રેલિંગ લગાવવામાં આવ્યા છે અને લાકડાં બાંધવામાં આવ્યા છે જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે