ખંભાતઃશહેરના અકબરપુરાના જોપડિયામાં વીડિયો ઉતારવા બાબતે બે જૂથો આમને-સામને આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો જેમાં 13થી વધુ લોકો ઘાયલ થયા હતા પરિસ્થિતિ એ હદે વણસી હતી કે આસપાસના કેટલાક ઘરોમાં હિંસક ટોળાએ આગચંપી પણ કરી હતી બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા