અમદાવાદના 16 બાળકો ભારતીય શાસ્ત્રીય સંગીતથી ટ્રમ્પનું સ્વાગત કરશે

2020-02-23 772

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇને અમદાવાદ શહેરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ટ્રમ્પ અમદાવાદની ધરતી પર પગ મૂકશે ત્યારે તેમને અહીં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે અમદાવાદના સાબરમતી ગુરુકુળના બાળકોને બે સ્ટેજ ફાળવવામાં આવ્યા છે એક સ્ટેજ પર 16 બાળકો જળતરંગ, સિતાર, સંતુર પખવાદ, ફ્લુટ, સારંગી, તબલા, વીણા, મૃદંગ જેવા વિસરાતા વાદ્યો વગાડશે