તુર્કીમાં ઈરાન બોર્ડરને અડીને આવેલા એક પ્રાંતમાં 57ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો એજન્સી રિપોર્ટ પ્રમાણે ભૂકંપના લીધે 7 લોકોનું મૃત્યુ થયું છે જ્યારે પાંચ લોકો ઘાયલ છે તુર્કીના વેન પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે ભૂકંપની અસરથી 1066 ઈમારતો ધરાશાયી થઇ હતી તુર્કીના પબ્લિક બ્રોડકાસ્ટર ટીઆરટી પ્રમાણે ભૂકંપની અસર 43 ગામડાઓમાં થઇ છે જ્યાં હંમેશા ભૂકંપના આંચકા અનુભવાય છે અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમ મોકલવામાં આવી છે ઈરાન અને તુર્કી મોટા પ્રમાણમાં ભૂંકપથી પ્રભાવિત દેશોમાં સામેલ છે ગત મહિને પૂર્વી તુર્કીમાં ભૂકંપના લીધે 40 લોકોનું મૃત્યુ થયું હતું