પરિમલ નથવાણીનો અનોખો અંદાજ, મોટેરા સ્ટેડિયમમાં બોલિંગ એક્શન કરી

2020-02-23 2,659

રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે આ વીડિયો તેમની તાજેતરની મોટેરા સ્ટેડિયમની મુલાકાતનો છે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારી દરમિયાન તેઓ મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે મેદાનમાં બોલિંગ એક્શન કરી હતી વીડિયોને શેર કરતાં તેમણે લખ્યું કે, વર્ષો પછી બોલિંગ એક્શન કરી, અને આ અનુભવ અવિસ્મરણીય રહ્યો આ દરમિયાન તેમણે સ્ટેડિયમમાં હોલ ઓફ ફેમની પણ મુલાકાત કરી હતી મહત્ત્વનું છે કે, પરિમલ નથવાણી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે આ જ કારણે દુનિયાના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમના નિર્માણમાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે ક્રિકેટ પ્રત્યેના પ્રેમ અને પેશનને કારણે તેઓ મોટેરા સ્ટેડિયમને ‘ક્રિકેટનું કાશી’ કહે છે આ મુલાકાત વખતે તેમની સાથે BCCIના સેક્રેટરી જય શાહ અને GCAના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી પણ જોડાયા હતા