પીકઅપ વાન પલટતા બિયરની રેલમછેલ, લોકોએ લૂંટ ચલાવી સ્થળ પર જ ‘પાર્ટી’ કરી

2020-02-22 6,588

જાંબુઘોડા તાલુકાના ઝબાણ ગામ પાસે બિયરની પેટીઓ ભરી જતી પીકઅપ પલટી ખાઇ જતા લોકોએ બીયરની લૂંટફાટ ચલાવી હતી કેટલાક લોકો બીયર સ્થળ ઉપર પીવા લાગ્યા હતા અકસ્માતને પગલે રોડ ઉપરનો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો

ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડવાતી ઘટના આજે સવારે જાંબુઘોડા પાસે બની હતી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ઝબાણ ગામ પાસે મધ્યપ્રદેશથી બીયર ભરીને હાલોલ તરફ જઇ રહેલી મહિન્દ્રા પિકઅપનું ટાયર નીકળી જતાં પલટી ખાઇ ગઇ હતી જેથી બિયરની પેટીઓની રોડ પર રેલમછેલ થઇ ગઇ હતી જેને પગલે હાલોલ-જાંબુઘોડા રોડ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહન ચાલકો અને આસપાસના સ્થાનિક લોકોએ બિયરની પેટીઓ અને બિયરના ટીનની રીતસરની લૂંટ ચલાવી હતી

Videos similaires