કુવાડવા રોડ પર રિક્ષા ચાલકે યુવાનને અડફેટે લીધો, માથાના ભાગે ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો

2020-02-22 379

કુવાડવા રોડ ઉપર પટેલ વિહાર રેસ્ટોરાં પાસે રિક્ષા ચાલકે યુવાનને અડફેટે લીધો હતો જેમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે
હોસ્પિટલમાં યુવાનની હાલત ગંભીર છે
રાજકોટની કેવડાવાડી સ્થિત દ્વારકાધિશ એપાર્ટમેન્ટમાં રહેતો યુવાન ચંદારાણા ચિરાગ જીતેન્દ્રભાઇ(30) ખાનગી પેઢીમાં નોકરી કરે છે તે આજે રસ્તા પર જઇ રહ્યો હતો તે સમયે રીક્ષા ચાલકે તેને અડફેટે લીધો હતો જેથી જે હવામાં ઉછળીને નીચે પટકાયો હતો જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી આ સમયે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે યુવાનને હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેની હાલત ગંભીર છે

Free Traffic Exchange

Videos similaires