મહાશિવરાત્રી / સોમનાથ મહાદેવની સંધ્યા આરતીના દર્શન, 31 ધ્વજાપૂજા, 42 બિલ્વપૂજા નોંધાઇ

2020-02-21 2

સોમનાથ:આજે મહાશિવરાત્રી હોય શિવભક્તો શિવાલયોમાં વહેલી સવારથી જ ઉમટી રહ્યા છે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ગઇકાલ રાતથી જ ભાવિકોના ઘોડાપૂર ઉમટી પડ્યા છે મહાશિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવની સંધ્યા આરતી દર્શનનો હજારોની સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું સોમનાથ સહિત સૌરાષ્ટ્રના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે સોમનાથ મહાદેવની મંદિર પરિસરમાં પાલખીયાત્રા નીકળી હતી જેમાં ભાવિકોએ ડમરૂ સાથે બમ બમ ભોલેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું મહાશિવરાત્રીના મહાપર્વે સોમનાથ મહાદેવને 31 ધ્વજાપૂજા, તત્કાલ મહાપૂજા 09, બિલ્વપૂજા 42, રુદ્રાભિષેક પૂજા 192
નોંધાઈ હતી
જૂનાગઢના માંગનાથ મહાદેવને રોપ વે ની પ્રતિકૃતિનો શણગાર કરાયો
જૂનાગઢ શહેરની મધ્યે આવેલા સુપ્રસિધ્ધ માંગનાથ મહાદેવ મંદિર અનેકવિધ તહેવારોમાં મહાદેવને અનેકવિધ શણગારથી સુશોભિત કરે છે ત્યારે આજે મહાશિવરાત્રીના તહેવારને લઈને એશિયાના સૌથી ઊંચા પ્રોજેક્ટ એવા જૂનાગઢ ખાતે કાર્યરત રોપ વે પ્રોજેક્ટ ની પ્રતિકૃતિ દ્વારા મહાદેવને સુશોભિત કરવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લઇ પ્રતિકૃતિની સરાહના કરવામાં આવી હતી