રાજમોતી શાળાની દલિત વિદ્યાર્થિનીઓનો વીડિયો વાઈરલ,શિક્ષકો કહે છે નીચી જ્ઞાતિના હોવાથી ગોરણી ન કરી શકીએ

2020-02-21 3,802

ઉપલેટા: ઉપલેટાની રાજમોતી પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા દલિત સમાજની વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ રખાતો હોવાનો વીડિયો વાઇરલ થયો છે જેમાં ત્રણ વિદ્યાર્થિનીઓ પોતાની આપવીતી કહી રહી છે વિદ્યાર્થિની વીડિયોમાં શાળાના શિક્ષકોમાં જીજ્ઞેશ સોજીત્રા, રસીલા અને લક્ષ્મી ટીચરનું નામ આપી રહી છે વીડિયોમાં વિદ્યાર્થિની કહે છે કે, શિક્ષકો કહે છે કે, દલિત છો એટલે અમે તમને ગોરણી ન કરી શકીએ અને અમારી સમાજની કોઇ છોકરી જાય તો ધક્કો મારી કહે છે કે નીચી જ્ઞાતિને અમે નથી લેતા

Videos similaires